2 રાજઓ 15 : 1 (GUV)
ઇઝરાયલના રાજા યરોબામને સત્તાવીસમે વર્ષે યહૂદિયાના રાજા અમાસ્યાનો દીકરો અઝાર્યા રાજ કરવા લાગ્યો.
2 રાજઓ 15 : 2 (GUV)
તે રાજ કરવા લાગ્યો ત્યારે તે સોળ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં બાવન વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યખોલ્યા હતું. તે યરુશાલેમની હતી.
2 રાજઓ 15 : 3 (GUV)
તેના પિતા અમાસ્યાએ જે સર્વ કર્યું હતું, તે પ્રમાણે તેણે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું.
2 રાજઓ 15 : 4 (GUV)
તોપણ ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યાં નહિ. હજી લોક ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતા તથા ધૂપ બાળતા હતા.
2 રાજઓ 15 : 5 (GUV)
યહોવા રાજા પર આફત લાવ્યા, તેથી તે તેના મરણના દિવસ સુધી કોઢિયો રહ્યો, ને અલાહિદા ઘરમાં રહ્યો. અને તેને તેની બધી ફરજોમાંથી મુક્ત કરવામાં આવ્યો અને રાજાનો દીકરો યોથામ ઘરનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય કરતો.
2 રાજઓ 15 : 6 (GUV)
હવે હઝાર્યાનાં બાકીનાં કૃત્યો, તથા તેણે જે કર્યું તે સર્વ યહૂદિયાનાં રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
2 રાજઓ 15 : 7 (GUV)
અને ઉઝિયા પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો. તેઓએ તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દાટ્યો, અને તેના દીકરા યોથામે તેની જગાએ રાજ કર્યું.
2 રાજઓ 15 : 8 (GUV)
યહૂદિયાના રાજા અઝાર્યાને આડત્રીસમે વર્ષે યરોબામના દીકરા ઝખાર્યાએ સમરુનમાં ઇઝરાયલ પર છ માસ રાજ કર્યું.
2 રાજઓ 15 : 9 (GUV)
તેના પિતૃઓએ કર્યું હતું તેમ તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામનાં પાપ જે વડે તેણે ઇઝરયલ પાસે પાપ કરાવ્યું હતું, તેમાંથી તે દૂર રહ્યો નહિ.
2 રાજઓ 15 : 10 (GUV)
યાબેશના દીકરા શાલ્લૂમે તેની વિરુદ્ધ બંડ કર્યું, ને લોકોની આગળ તેને મારીને મારી નાખ્યો, ને તેની જગાએ પોતે રાજ કર્યું.
2 રાજઓ 15 : 11 (GUV)
હવે ઝખાર્યાનાં બાકીનાં કૃત્યો, જુઓ, તે ઇઝરયલના રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં છે.
2 રાજઓ 15 : 12 (GUV)
યહોવાનું જે વચન તેમણે યેહૂને કહ્યું હતું, “તારી ચોથી પેઢી સુધી તારા પુત્રો ઇઝરાયલના રાજ્યાસન પર બેસશે” તે જ એ હતું. અને તે જ પ્રમાણે થયું.
2 રાજઓ 15 : 13 (GUV)
યાબેશનો દીકરો શાલ્લૂમ યહૂદિયાના રાજા ઉઝિયાને ઓગણચાળીસમે વર્ષે રાજ કરવા લાગ્યો. તેણે સમરુનમાં એક મહિનાની મુદત સુધી રાજ કર્યું.
2 રાજઓ 15 : 14 (GUV)
ગાદીનો દીકરો મનાહેમ તિર્સાથી ચઢી આવીને સમરુન આવ્યો, ને તેણે યાબેશના દીકરા શાલ્લૂમને સમરુનમાં મારીને મારી નાખ્યો, ને તેની જગાએ પોતે રાજ કર્યું.
2 રાજઓ 15 : 15 (GUV)
હવે શાલ્લૂમનાં બાકીના કૃત્યો, તથા તેણે જે બંડ કર્યું તે, જુઓ, ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં છે.
2 રાજઓ 15 : 16 (GUV)
તે સમયે મનાહેમે તિફસા તથા તેના સર્વ રહેવાસીઓને, તથા તિર્સાથી માંડીને તેના આખા પ્રદેશમાં રહેનારાંને માર્યા. તિફસાના લોકોએ તેને માટે દરવાજો ઉઘાડ્યો નહિ, માટે તેણે એને લૂટ્યું; અને તેમાંની સર્વ ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી.
2 રાજઓ 15 : 17 (GUV)
યહૂદિયાના રાજા અઝાર્યાને ઓગણચાળીસમે વર્ષે ગાદીનો દીકરો મનાહેમ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો; તેણે સમરુનમાં દશ વર્ષ [રાજ કર્યું].
2 રાજઓ 15 : 18 (GUV)
તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામનાં પાપ જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું, તેથી તે પોતાના સર્વ દિવસો પર્યંત દૂર રહ્યો નહિ.
2 રાજઓ 15 : 19 (GUV)
આશૂરના રાજા પૂલે દેશ પર ચઢાઈ કરી. મનાહેમે પોતાનાં હાથમાં રાજ સ્થિર કરવા માટે પૂલને પોતાના પક્ષનો કરી લેવા તેને એક હજાર તાલંત રૂપું આપ્યું.
2 રાજઓ 15 : 20 (GUV)
મનાહેમે આશૂરના રાજાને એ રૂપું આપવા માટે ઇઝરાયલ પાસેથી, એટલે દરેક ધનાડ્ય માણસ પાસેથી પચાસ પચાસ શેકેલ રૂપું જોરજુલમથી કઢાવ્યું. એ પછી આશૂરનો રાજા પાછો ફર્યો, ને તે દેશમાં થોભ્યો નહિ.
2 રાજઓ 15 : 21 (GUV)
હવે મનાહેમનાં બાકીના કૃત્યો, તથા તેણે જે કર્યું તે સર્વ ઇઝરાયલના રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
2 રાજઓ 15 : 22 (GUV)
મનાહેમ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો. અને તેના દીકરા પકાહ્યાએ તેની જગાએ રાજ કર્યું.
2 રાજઓ 15 : 23 (GUV)
યહૂદિયાના રાજા અઝાર્યાને પચાસમે વર્ષે મનાહેમનો દીકરો પકાહ્યા સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્ચો. તેણે બે વર્ષ [રાજ કર્યું].
2 રાજઓ 15 : 24 (GUV)
તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામનાં પાપો જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું, તેથી તે દૂર રહ્યો નહિ.
2 રાજઓ 15 : 25 (GUV)
તેના સરદાર રમાલ્યાના દીકરા પેકાહે તેની સામે વિદ્રોહ કર્યો, ને તેને સમરુનમાં રાજમહેલના કિલ્લામાં આર્ગોબ તથા આર્યેહ સુદ્ધાં મારી નાખ્યો. તેની સાથે ગિલ્યાદીઓમાંના પચાસ માણસ હતા. અને પેકાહે તેને મારી નાખીને તેની જગાએ રાજ કર્યું.
2 રાજઓ 15 : 26 (GUV)
હવે પકાહ્યાનાં બાકીનાં કૃત્યો, તથા તેણે જે કર્યું તે સર્વ, જુઓ, ઇઝરાયલના રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં છે.
2 રાજઓ 15 : 27 (GUV)
યહૂદિયાના રાજા અઝાર્યાને બાવનમે વર્ષે રમાલ્યાનો દીકરો પેકાહ સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે વીસ વર્ષ [રાજ કર્યું].
2 રાજઓ 15 : 28 (GUV)
તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામનાં પાપ જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેથી તે દૂર રહ્યો નહિ.
2 રાજઓ 15 : 29 (GUV)
ઇઝરાયલના રાજા પેકાહના દિવસોમાં આશૂરનો રાજા તિગ્લાથ-પિલેસેર ચઢી આવ્યો, અને ઈયોન, આબેલ-બેથ-માકા, યાનોઆ, કેદેશ, હાસોર, ગિલ્યાદ, તથા ગાલીલ, એટલે નફતાલીનો આખો પ્રદેશ તેણે જીતી લીધો. અને ત્યાના [રહેવાસી] ઓને પકડીને તે આશૂર લઈ ગયો.
2 રાજઓ 15 : 30 (GUV)
ઉઝિયાના દીકરા યોથામને વીસમે વર્ષે એલાના દીકરા હોશિયાએ રમાલ્યાના દીકરા પેકાહ સામે બંડ કર્યું, ને તેને મારીને મારી નાખ્યો, ને પોતે તેને સ્થાને રાજ કર્યું.
2 રાજઓ 15 : 31 (GUV)
હવે પેકાહનાં બાકીનાં કૃત્યો, તથા તેણે જે કર્યું તે સર્વ, જુઓ, ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં છે.
2 રાજઓ 15 : 32 (GUV)
ઇઝરાયલના રાજા રમાલ્યાના દીકરા પેકાહે બીજે વર્ષે યહૂદિયાના રાજા ઉઝિયાનો દીકરો યોથામ રાજ કરવા લાગ્યો.
2 રાજઓ 15 : 33 (GUV)
તે રાજા થયો ત્યારે તે પચીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યરુશા હતું, તે સાદોકની દીકરી હતી.
2 રાજઓ 15 : 34 (GUV)
યોથામે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેના પિતા ઉઝિયાએ કર્યું હતું તે સર્વ પ્રમાણે તેણે કર્યું.
2 રાજઓ 15 : 35 (GUV)
તોપણ ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યાં નહિ. હજી લોક ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતા તથા ધૂપ બાળતા હતા. યહોવાના મંદિરનો ઉપલો દરવાજો તેણે બાંધ્યો.
2 રાજઓ 15 : 36 (GUV)
હવે યોથામનાં બાકીનાં કૃત્યો, તથા તેણે જે કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
2 રાજઓ 15 : 37 (GUV)
તે દિવસોમાં યહોવાએ યહૂદિયા પર અરામના રાજા રસીનને તથા રમાલ્યાના દીકરા પેકાહને મોકલવા માંડ્યા.
2 રાજઓ 15 : 38 (GUV)
યોથામ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો, ને તેને તેના પિતા દાઉદના નગરમાં તેના પિતૃઓ સાથે દાટવામાં આવ્યો. તેની જગાએ તેના દીકરા આહાઝે રાજ કર્યું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38

BG:

Opacity:

Color:


Size:


Font: